Thursday, April 23, 2026
Homeરાજ્યજામનગરશેખપાટ નજીક પગપાળા જતા યુવાનને બાઇકે ઠોકરે ચઢાવ્યો

શેખપાટ નજીક પગપાળા જતા યુવાનને બાઇકે ઠોકરે ચઢાવ્યો

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતું દંપતિ ચાલીને મોડા ગામમાં દર્શન કરવા જતા હતા તે દરમ્યાન શેખપાટના પાટિયા પાસે પાછળથી આવી રહેલા બાઇકે યુવાનને ઠોકર મારી ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

આ અકસ્માતની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ધુંવાવમાં રહેતા અને પ્લમ્બીંગ કામ કરતો નિલેશભાઇ મૂળજીભાઇ નકુમ (ઉ.વ.42) તથા તેમની પત્ની પ્રભાબેન ગત્ તા. 16 માર્ચના રોજ સવારના સમયે મોડા ગામ ખાતે આવેલા મંદિરે દર્શન કરવા પગપાળા જઇ રહ્યાં હતા. તે દરમ્યાન દંપતિ શેખપાટના પાટિયાથી જાંબુડા પાટિયા વચ્ચેના રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલા જીજે10 ઇજે 6221 નંબરના બાઇક સવારે નિલેશને પાછળથી ઠોકર મારી ઇજા પહોંચાડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular