Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરએસઓજી પીઆઈના રાઇટર તરીકે ઓળખ આપી 1.57 લાખની છેતરપિંડી

એસઓજી પીઆઈના રાઇટર તરીકે ઓળખ આપી 1.57 લાખની છેતરપિંડી

વેપારીના મામા એનડીપીએસમાં જેલમાં : મામાને મદદ કરવાના નામે 1.57 લાખ પડાવ્યા : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર એસઓજીની ઓળખ આપી યુવાનને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1.57 લાખ પડાવી લીધાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ખાદી ભંડાર સામે નવીવાસમાં આંબલીફળી વિસ્તારમાં રહેતાં મહોમદરીયાન ઈમ્તિયાઝ શેખ (ઉ.વ.19) નામના કટલેરીનો વ્યવસાય કરતા યુવાનને જામનગર એસઓજી પીઆઈના રાઈટર તરીકેની 98751 18783 નંબરના મોબાઇલ ફોન પરથી ઓળખ આપી હતી અને ત્યારબાદ યુવાનના મામા મહોસીન સતાર સાટી હાલ એનડીપીએસના ગુનામાં જામનગર જેલમાં હોય જેથી યુવાન તેના મામાને મદદ કરતા હોય, તે નેજા હેઠળ એસઓજીવાળા ઉપાડી જશે તેમ ધમકાવી વેપારી પાસેથી વોટસએપમાં સ્કેનર મોકલી રૂા.1,02,000 પડાવી લીધા હતાં અને ત્યારબાદ વેપારી યુવાનને ફોન કરી તારા મામાના મદદગાર જુબેર મુંબઇવાળાને અમે દબોચી લેશું અને તેની પાસેથી ચાર-પાંચ લાખ રૂપિયા પડાવી લેશુ, મારે એક જગ્યાએ 55 હજાર રૂપિયા પેમેન્ટ આપવાનું છે અને હું રાત્રિના એસ.કે. રેસ્ટોરન્ટમાં જમવા આવીશ ત્યારે પરત આપી દઇશ અને તારા એક લાખ પણ પરત આપી દઇશ. તેમ કહી બીજી વખત સ્કેનર મોકલી 55 હજાર રૂપિયા ગુગલ પે દ્વારા પડાવી લીધા હતાં આમ વેપારી પાસેથી પોલીસની ખોટી ઓળખ આપી રૂા.1,57,000 ની છેતરપિંડી આચરી હતી.

આ બનાવ અંગે વેપારી યુવાન દ્વારા સિટી એ ડીવીઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ ડી જી રામાનુજ તથા સ્ટાફે એસઓજી પીઆઈના રાઇટરની ઓળખ આપનાર મોબાઇલ ધારક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular