Tuesday, April 21, 2026
Homeરાજ્યહાલારકેશોદના શખ્સને જામગરી બંદૂક સાથે એસઓજીએ ઝડપી લીધો

કેશોદના શખ્સને જામગરી બંદૂક સાથે એસઓજીએ ઝડપી લીધો

શિકારી ખુદ શિકાર થઇ ગયો...! : જંગલી જનાવરનો શિકાર કરવા નીકળેલો શખ્સ પોલીસને ઝપટે

ખંભાળિયાના કેશોદ ગામનો શખ્સ જંગલી જનાવરનો શિકાર કરવા જતાં પોલીસે પાસ પરમીટ વગરની હાથ બનાવટની દેશી જામગરી બંદૂક સાથે ઝડપી લઇ હથિયાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા રાયદે પુંજાભાઈ હાજાભાઈ પરમાર નામનો 52 વર્ષનો શખ્સ જંગલી જાનવરનો શિકાર કરવા ગયો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ઈરફાનભાઈ ખીરા અને સુરેશભાઈ વાનરીયાને મળતા પોલીસ કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સને પાસ પરમીટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. ના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની સૂચના મુજબ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular