જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી એસઓજીની ટીમે રેઇડ દરમ્યાન સાબડે બીડીનો ડુપ્લીકેટ જથ્થો ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના પટ્ટણીવાડમાં આવેલા મકાનમાં ડુપ્લીકેટ બીડીનો જથ્થો હોવાની ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, વિજયભાઇ કારેણા, જયેશભાઇ પઢેરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. જેર, એ. વી. ખેર તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન મકાનની તલાશી લેતાં મકાનમાંથી રૂા. 79,500ની કિંમતની હલકી ગુણવત્તા સાબડે કંપનીની ડુપ્લીકેટ બીડીના 265 પેકેટનો જથ્થો મળી આવતાં0 એસઓજીની ટીમે સાબડે બીડી કંપનીના મેનેજર ઘનશ્યામભાઇ પોબારૂની હાજરીમાં બનાવટી બીડીના જથ્થા સાથે અમિત મહેશ વશિયર અને અફઝલ અબ્દુલ કુરેશી નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતાં અમદાવાદના આકાશનું નામ ખુલતાં ત્રણ શખ્સો વિરૂદ્ધ સિટી ‘એ’માં ગુનો નોંધાવી સોંપી આપ્યા હતા.


