Wednesday, July 22, 2026
Homeરાજ્યજામનગર1.36 કરોડના કૌભાંડમાં ડેન્ટલ ડીનના બચાવ મામલે પોલીસ અધિકારીઓને કોર્ટની ફટકાર

1.36 કરોડના કૌભાંડમાં ડેન્ટલ ડીનના બચાવ મામલે પોલીસ અધિકારીઓને કોર્ટની ફટકાર

જામનગરની ડેન્ટલ કોલેજમાં થયેલ ચેક કૌભાંડમાં સેસન્સ કોર્ટ દ્વારા ત્રણ તપાસનીસ પોલીસ અધિકારીઓને કારણદર્શક નોટીસ ફટકારી છે. રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા 1.36 કરોડના ચેક કૌભાંડમાં કોલેજના ડીન સીધી રીતે જવાબદાર હોવા છતાં તેમને આરોપી કેમ્પ બનાવ્યા ન હોવાનો પણ કોર્ટ દ્વારા વેધક સવાલ કર્યો છે.

- Advertisement -

રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કુલ 15 ચેકો રૂદ્વારા રૂા.1,36,19,350 જેટલી માતબર રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, એફએસએલના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે માત્ર બે જ ચેકમાં સહી જોવાની ગડબડ છે, જ્યારે બાકીના 13 ચેક પર તો કોલેજના ડીનની પોતાની જ અસલ સહીઓ રહેલી છે. બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર શોભિત ગર્ગ માત્ર એક કરાર આધારિત કર્મચારી છે અને તેને કોઇપણ પ્રકારની નાણાકીય સતા કે ચેક પર સહી કરવાનો અધિકાર જ નથી.

વધુમાં, બેંકના નિયમો મુજબ પાંચ લાખથી વધુની રકમના વ્યવહાર માટે પોઝીટીવ પે સિસ્ટમ અને આર.ટી.જી.એસ. ફોર્મ ભરવા ફરજીયાત હોય છે, જેમાં પણ સત્તાવાર અધિકારી એટલે કે ડીનની જ સહીઓ આવશ્યક બને છે. આમ છતાં, ડીનની સીધી સંડોવણી છુપાવીને માત્ર વહીવટી કામગીરી કરતા એક નાના કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરૂ રચવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular