Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના સોનવાડિયામાં જૂગાર રમતા છ શખ્સ ઝબ્બે

જામજોધપુરના સોનવાડિયામાં જૂગાર રમતા છ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામજોધપુર તાલુકાના સોનવાડિયા ગામની સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખસોને પોલીસે રૂા.6790 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સોનવાડિયા ગામમાં સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન ચંદુ ખાખાભાઈ કંટારીયા, રવજી ખેતા સીંગરખીયા, ચંદુ દેવા સાગઠીયા, રમેશ મેપા બગડા, પુંજા મેપા બગડા, બાબુ હમીર રાઠોડ નામના છ શખ્સોને પોલીસે રૂા.6790 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular