Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરનો ગુનેગાર સિકંદર ભૂજમાં ઝડપાઇ ગયો

જામનગરનો ગુનેગાર સિકંદર ભૂજમાં ઝડપાઇ ગયો

- Advertisement -

દોઢેક વર્ષ અગાઊ જામનગરમાં છેતરપિંડી કરી નાસતા ફરતા મુળ અબડાસાના બાલાચોડ અને હાલે ભુજમાં રહેતા શખ્સને ભુજ એ ડિવિજન પોલીસે પકડી જામનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અબડાસાના બાલાચોડ ગામનો વતની અને હાલે ભુજના આત્મારામ સર્કલ પાસે રહેતો સિકંદર જાફર લુહાર સામે જામનગર પોલીસ મથકે છેતરપિડીનો ગુનો દોઢ વર્ષ પુર્વે નોંધાયો હતો. જે ગુનામાં નાસતો ફરતો હતો. એ ડિવિજન પોલીસે બાતમી આધારે મિરજાપર પોલીસ ચોકી પાસેથી પકડી લીધો હતો. જામનગર પોલીસને સોંપવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular