Thursday, April 18, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૫૩૧.૫૨ સામે ૫૧૬૧૪.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૨૬૦.૬૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૩.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨.૭૮ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૫૧૫૪૪.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૮૪.૯૫ સામે ૧૫૧૭૨.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૦૭૧.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૬૧.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં સાધારણ કરેક્શન બાદ આજે સતત બીજા દિવસે આગેકૂચ જોવા મળી હતી. લાંબા સમયથી બનેલી ઓવરબોટ પોઝિશને વિક્રમી તેજીને બે દિવસ ફંડો, મહારથીઓએ વિરામ આપ્યા બાદ જાણે કે ફરી તેજીનો નવો દોર શરૂ કરાઈ રહ્યો હોવાની છેતરામણી ચાલે અને વૈશ્વિક બજારો પોઝિટિવ રહેતા સ્થાનિક શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. કેન્દ્રિય બજેટથી શરૂ થયેલા તેજીના નવા દોરને સ્થાનિક ફંડો-સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં અફડાતફડી સાથે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યા બાદ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડા તફડી બતાવીને અંતે રેન્જ બાઉન્ડ રેલી બાદ સાધારણ વધીને બંધ રહ્યું હતું.

- Advertisement -

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ઓવરબોટ પોઝિશનમાં ચાલી રહ્યા હોઈ ગમે તે ઘડીએ મોટું કરેકશન નિશ્ચિત બની ગયું છે, ત્યારે હવે આ ઘડી આવી પહોંચી હોવાનો સંકેત આપીને શેરબજારમાં ચાલુ સપ્તાહના આરંભથી જ આ ચાલ દેખાવા લાગી હતી, પરંતુ કેન્દ્રિય બજેટ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ભારતના આર્થિક વિકાસનો વર્ષ ૨૦૨૧ માટે અંદાજ ૧૦.૫% પોઝિટીવની અપેક્ષાએ નીચે મથાળેથી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ, આઇટી, બેન્કેક્સ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૨ અને વધનારની સંખ્યા ૧૪૩૯ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષ ઉપરાંત આગામી નાણાં વર્ષમાં સરકારની વેરા મારફતની આવકમાંથી પચાસ ટકા કરતા વધુ રકમ જાહેર દેવા પેટેના વ્યાજની ચૂકવણીમાં ચાલી જવાની મુકાતી ગણતરીને ધ્યાનમાં રાખતા સરકાર પાસે રાજકોષિય છૂટછાટ ઘણી જ મર્યાદિત રહેશે તેવી શકયતા જોવાઈ રહી છે. આગામી નાણાં વર્ષમાં કેન્દ્રની વેરા મારફતની આવકના ૫૨% જેટલી રકમ વ્યાજ પાછળના ખર્ચમાં વપરાય જવાની ધારણાં છે. જે છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી વધુ છે અને નાણાં વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૩૭% વધુ છે. વ્યાજ ખર્ચમાં જંગી વધારો તથા જીડીપીથી દેવાના ઊંચા પ્રમાણને ધ્યાનમાં રાખતા દેશના જાહેર દેવાની સ્થિતિ વધુ વણસવાની ચિંતા વ્યકત કરી હતી. સરકાર સામે કિસાન આંદોલનની સમસ્યા ઊભી છે, ત્યારે સરકાર સામે અનેક પડકારો છે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા જંગી ખાધની છે, તેથી આગામી દિવસોમાં બેરોજગારી અને મંદીની સમસ્યા હળવી કરવા સરકાર કેવા પગલાં લેશે તે પર સૌની નજર છે.

તા.૧૫.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૮૮ પોઈન્ટ થી ૧૫૦૦૮ પોઈન્ટ ૧૪૯૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૧૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૩૦૩ પોઈન્ટ થી ૩૬૪૭૪ પોઈન્ટ, ૩૬૫૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૫૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૭૩૧ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૬ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અમર રાજા બેટરી ( ૯૮૫ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૫૧ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૪૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૭ થી રૂ.૪૫૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૦૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૨૭ થી રૂ.૨૦૧૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૭૩૨ ) :- રૂ.૧૭૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૧૫૦ ) : ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ / પ્રોડકટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા મોટર ( ૬૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૩૦ થી રૂ.૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૮૬ ) :-૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૭૩ થી રૂ.૫૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular