Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરસણોસરીની સીમમાં ખેતરમાં ચાલતા જૂગાર અખાડા પર એલસીબીની દરોડો

સણોસરીની સીમમાં ખેતરમાં ચાલતા જૂગાર અખાડા પર એલસીબીની દરોડો

બે મહિલા સહિત 10 શખ્સો ઝડપાયા : 79,600 ની રોકડ રકમ અને 10 મોબાઇલ સહિત રૂા.9.60 લાખનો મુદ્દામાલ કબ્જે : સાપરમાં જૂગાર રમતા બે મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -

લાલપુર તાલુકાના સણોસરી ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરની ઓરડીમાંથી તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિતના 10 શખ્સોને એલસીબીની ટીમે ઝડપી લઇ રૂા.19800 નીરોકડ રકમ અને એક કાર અને બાઇક સહિત કુલ રૂા.9,60,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરી ગામના વાડી વિસ્તારમાં રહેતાં કિશન ઉર્ફે કેશુર વસરા તેના ખેતરની ઓરડીમાં તીનપતિનો જૂગાર રમાડતા હોવાની એલસીબીના દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન વાડી માલિક કિશન ઉર્ફે કેશુર મેરામણ વસરા તથા નિદ્રેશ એભા ગાગલિયા, દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત કેશુર ડાંગર, નગાભાઈ જગુભાઈ કરમુર, શ્યામ ભરત ભોજખ, મુકેશ રમેશ વાજા, દેશુર લક્ષ્મણ મેઢ અને બે મહિલા સહિત 10 શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રૂા.79,600 ની રોકડ રકમ, રૂા.50,500 ની કિંમતના 10 મોબાઇલ ફોન, રૂા.30,000 ની કિંમતનું બાઈક અને ગંજીપના તથા રૂા.800000 ની કિંમતની કાર મળી કુલ રૂા.9,60,100 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર તાલુકાના સાપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગૌતમ પેથા ભાંભી, ભગવાનજી ઉર્ફે ભગા પરબત રાઠોડ, નયન મેઘજી ભાંભી અને બે મહિલા સહિત પાંચ શખ્સોને સિક્કા પોલીસે રૂા.1700 નીરોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

ત્રીજો દરોડો, જામનગરના બેડી રામ મંદિર ચોક પાસેની શેરીમાં વર્લી મટકાના આંકડા લખતા જુમા અબ્દુલ દલ નામના શખ્સની બેડી મરીન પોલીસે રૂા.900 નીરોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular