Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.નું સ્થળાંતર

જી.જી. હોસ્પિટલના સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.નું સ્થળાંતર

તા. 30 નવેમ્બરથી ઓ.પી.ડી. નંબર-7 ખાતે રાબેતા મુજબ દર્દીઓને તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે

જામનગરની જી.જી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જૂના ડાયાલીસીસ વિભાગમાં કાર્યરત સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.નું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત હાલ જૂના ડાયાલીસીસ વિભાગમાં કાર્યરત સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી. હવે જૂની ઓ.પી.ડી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઓ.પી.ડી. નંબર-7 ખાતે કાર્યરત કરવામાં આવશે.

- Advertisement -

આ સ્થળાંતર બાદ તા.30 નવેમ્બર થી નવા નિર્ધારિત સ્થળે સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેથી દર્દીઓએ હવે સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.ની તબીબી સેવાઓ મેળવવા માટે જૂની ઓ.પી.ડી.ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઓ.પી.ડી. નંબર-7 ખાતે જવાનું રહેશે. તેમ જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular