જામનગરના નગરસીમ વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડએ શાપર વેરાવળમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરના પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2019માં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં આઠ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપી સંદર્ભે પેરોલ ફર્લો સ્કવોડના સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, હે.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા અને એલસીબી એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે રાજકોટના શાપર વેરાવળ ખાતે ધરતી એપાર્ટમેન્ટ નીચે આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં કામ કરતાં જેન્તી વલ્લભ દેત્રોજા (રહે. ગામ મેસવાણ, તા. કેશોદ, જિ. જૂનાગઢ) નામના આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લઇ પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસને સોેંપવા તજવીજ હાથ ધરી હતી.


