જામનગર શહેર કોંગ્રસ સમિતિ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં સત્યાગ્રહ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં હલ્દવાનીમાં કોંગ્રેસની રેલીના સ્થળે ગંગાજળથી શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીથી સ્થળ અપવિત્ર થયું હોવાનું જણાવી શુદ્ધિકરણ કરાઇ હતી. આ કૃત્યને કોંગ્રેસ પ્રમુખનું અપમાન ગણાવી તેમના સમર્થનમાં સત્યાગ્રહ માર્ચ યોજાઇ હતી. જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર સહારાબેન મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram


