Monday, November 29, 2021
Homeરાજ્યજામનગરજામનગરના કુ. હેત્વી દિક્ષા ગ્રહણ કરી સાધ્વી હેમર્ષિપ્રિયા શ્રીજી મ.સા. બન્યા

જામનગરના કુ. હેત્વી દિક્ષા ગ્રહણ કરી સાધ્વી હેમર્ષિપ્રિયા શ્રીજી મ.સા. બન્યા

શેઠ પોપટ ધારશી જૈન બોર્ડિંગ દેરાસરના પટાંગણમાં દિક્ષા સમારોહ યોજાયો : જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

જામનગરમાં પોપટ ધારશી જૈન બોર્ડિંગ સમેતશિખરજી દેરાસરમાં આચાર્ય ભગવંતોની નિશ્રામાં સંયમના માર્ગે પ્રયાણ કરનાર કુ. હેત્વીએ દિક્ષા લઇને હેમર્ષી પ્રિયાશ્રીજી મહાસતીજી બન્યા હતાં. આ દિક્ષાવિધિ સમારોહમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. જામનગરના કુ. હેત્વી શાહ દિક્ષા લઇ સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનો નિર્ણય કરતાં હેત્વીબેનની શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ રવિવારે પોપટ ધારશી જૈન બોર્ડિંગ સમેતશિખરજી દેરાસરમાં દિક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું. દેરાસર ખાતે આચાર્ય ભગવંતો વિજયમોહન સુરિશ્ર્વરજી, હેમપ્રભ સુરિશ્ર્વરજી, પૂણ્યચંદ્રસાગર સુરિશ્ર્વરજી, અક્ષયચંદ્રસાગર સુરિશ્ર્વરજી, તેમજ મુનિ દિપરત્નસાગરજી મ.સા.ની નિશ્રામાં દિક્ષાવિધિ યોજાઇ હતી.

- Advertisement -

કેશલોચનની વિધિ બાદ તેણીએ સાધ્વી સ્વરુપ ધારણ કર્યું હતું. રવિવારે સવરે 8 થી બપોરે 1 સુધી ચાલેલા આ સમારોહના અંતભાગે આચાર્યો દ્વારા તેના દિક્ષા લીધા બાદના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં દિક્ષા લેનારના ગુરુ વ્રતનંદીતા શ્રીજી મહારાજ અને દિક્ષા લેનાર હેત્વીનું સન્યાસ નામ સાધ્વી હેમર્ષી પ્રિયા શ્રીજી મહારાજ હોવાનું જાહેર થયું હતું.

આ દિક્ષા સમારોહમાં સ્ટેજ પરથી જાહેર કરાયું હતું કે, નૂતન સાધ્વી હેમર્ષિ પ્રિયા શ્રીજીનો 8 વર્ષનો ભાઇ અને 13 વર્ષિય બહેન પણ આગામી તા. 11 ડિસેમ્બરે ચાંદીબજાર ખાતે યોજાયેલા સમારોહમાં દિક્ષા ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. દિક્ષાની વિધિ કાર્યક્રમો માટે મુંબઇથી ઇશાંત દોશી અને કવ્યનભાઇ, સંગત સંવેદના માટે અમદાવાદથી ધ્વનિલ શૈલ સહિતની ટીમ સેવા આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular