Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતરાહતના સમાચાર / ગુજરાત સરકાર દ્વારા વિજ દરમાં ઘટાડો

રાહતના સમાચાર / ગુજરાત સરકાર દ્વારા વિજ દરમાં ઘટાડો

અંદાજે 1.30 કરોડ ગ્રાહકોને 3 મહિના સુધી લાભ મળશે

- Advertisement -

લોકડાઉનનાં તબક્કામાં વીજળીનું બિલ માફ કરવા માટે સરકાર સામે માગ કરવામાં આવી હતી. જો કે સરકારે વીજ બિલને લઈ ગુજરાતીઓને મસમોટી રાહત આપી છે. સરકારે વીજદરમાં 16 પૈસા ઘટાડાનો નિર્ણય કર્યો છે. અને સરકાર હસ્તકની વીજ કંપનીઓનાં અંદાજે 1.30 કરોડ ગ્રાહકોને ત્રણ મહિના સુધી તેનો લાભ મળશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, અંદાજે રૂપિયા 310 કરોડની રાહત ગ્રાહકોને થશે.

- Advertisement -

ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વીજ વપરાશ કરતાં વીજ ગ્રાહકોને સસ્તાં દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે રાજ્ય સરકારે પોતાના હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતાં ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાના ઘટાડાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા 310 કરોડથી પણ વધારેની રાહત મળશે.ગ્રાહકો પાસેથી વીજળીના બિલમાં ફ્યુઅલ સરચાર્જ પણ લેવામાં આવતો હતો. ગત ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ફ્યુઅલ સરચાર્જ 2.06 પૈસા પ્રતિ યુનિટ પ્રમાણે વસૂલ કરવામાં આવતો હતો. જે હવે બીજા ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન સુધી ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 16 પૈસા ઘટાડીને 1.90 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેનો લાભ સરકાર હસ્તકની વીજ કંપનીઓનાં 1.30 કરોડ ગ્રાહકોને પહોંચશે. રાજ્ય સરકાર દ્વારા સસ્તા દરે ગેસ ખરીદવામાં આવ્યો છે તેના કારણે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular