Thursday, March 28, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ભર ઉનાળે આ જગ્યાએ કરા સાથે વરસાદ, જુઓ VIDEO

ગુજરાતમાં ભર ઉનાળે આ જગ્યાએ કરા સાથે વરસાદ, જુઓ VIDEO

- Advertisement -

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રસ્ત બન્યા છે. મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રી વટાવી ગયો છે. સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહીના પગલે યલો એલર્ટ ત્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તેવામાં અમરેલીમાં ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદના પરિણામે લોકોને ગરમી માંથી તો રાહત મળી હતી. પરંતુ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -

અમરેલી જીલ્લામાં 40 ડીગ્રી જેટલું તાપમાન રહે છે. આજે બપોર સુધી ભારે ગરમી અને બપોર બાદ અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અને કરા પણ પડ્યા હતા. વરસાદના પરિણામે રોડ પણ પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ કેરીના પાકને નુકશાન થવાની શક્યતાઓના પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular