Wednesday, December 4, 2024
HomeવિડિઓViral Videoક્રોધ અનુષ્ઠાન એક નવો ટ્રેન્ડ જયાં મહિલાઓ તોડફોડ કરીને પોતાનો ગુસ્સો ઉતારે...

ક્રોધ અનુષ્ઠાન એક નવો ટ્રેન્ડ જયાં મહિલાઓ તોડફોડ કરીને પોતાનો ગુસ્સો ઉતારે છે – VIDEO

- Advertisement -

અમેરિકા અને યુરોપીયન દેશોમાં હાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રેજ રિચુઅલ્સ એટલે કે ક્રોધ અનુષ્ઠાન, ક્રોધ અને ગુસ્સો કોઇપણ માટે સારોન થી. જેને રોકવા માટે લોકો ઘણું કરતા હોય છે. જેમ કે યોગ ધ્યાન જેથી મન શાંત રહે અને ગુસ્સા પર કાબુ કરી શકાય ત્યારે આપણે એવું વિચારી પણ શકીએ કે ગુસ્સો ઓછો કરવા માટેનું પણ કોઇ અનુષ્ઠાન હોય શકે ? આશ્રયની વાત એ છે કે, અમેરિકા અને યુરોપના દેશોમાં હાલ આ ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે.

- Advertisement -

જેમાં ત્યાંની મહિલાઓ જંગલ વચ્ચે આયોજિત થતી આવી પાર્ટીમાં પાંચથી છ લાખ ચુકવીને જાય છે અને ત્યાં જઇને ચીસો પાડી બુમો પાડીને તોડફોડ કરીને પોતાનો ગુસ્સો શાંત કરે છે તેઓ માને છે કે, પુરૂષો માટે રડવું જરૂરી છે. જેથી તે તેમનો ઉમ સંવેદનાઓ ઠાલવી શકે જયારે મહિલાઓ માટે તેનો અંદરનો ગુસ્સો બહાર નિકળયો જરૂરી છે જેથી તેમનું મન શાંત રહી શકે. જેથી અમુક દેશોમાં આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જે પાર્ટી જંગલની વચ્ચોવચ્ચ યોજવામાં આવે છે. જયાં જઇને મહિલાઓ ખૂબ મોટે મોટેથી ચીસો પાડે છે. બરાડા પાડીને પોતાનો ગુસ્સો શાંત કરે છે તો વળી કેટલીક ત્યાં તોડફોડ પણ કરે છે. આમ રીલેકસ ફીલીંગ મેળવવા માટે મહિલાઓ છ લાખ જેટલા રૂપિયા ચૂકવે છે અને આ પ્રકારની પાર્ટીમાં જાય છે. હાલના આ યુગમાં જેમ જેમ સગવડતા વધી રહી છે. ત્યારે આ પ્રકારની પાર્ટીની ડીમાન્ડ વધી રહી છે.અને ક્રોધ અનુષ્ઠાન જેવા ટ્રેન્ડ ચાલી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular