ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મંગળવારે પ્રોફેશનલ પીઆઈ દ્વારા જૂગાર દરોડો પાડી, ધમધમતા જુગારના અખાડામાંથી કુલ નવ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઝરીના નુરમામદ સંઘાર નામના એક મહિલાના રહેણાક મકાનમાં તેમના વતી સલાયાના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સિદ્દીક ઓસમાણ સંઘાર નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી અને જૂગારનો અખાડો ચલાવવામાં આવતો હતો.
આરોપી શખ્સ દ્વારા લુડો ગેમ્સના સાધનો પૂરા પાડી, નાલ ઉઘરાવી અને લુડો ગેમ પૈસાની હાર-જીતની કરી રહેલા સિદ્દીક ઓસમાણ સાથે નજીર હારુન સંઘાર, કરીમ હાસમ સુંભણીયા, ઈકબાલ ઓસમાણ કારા, હાસમ ઈસ્માઈલ ભાયા, રમીજ તાલબ ભગાડ, આમીન ઈબ્રાહીમ ગંઢાર, સલીમ અલી ભગાડ અને સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમ ભગાડ કુલ નવ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી અજયગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી (રહે. ગોકુલપુરી-સીક્કા) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25 હજારની કિંમતની લાયસન્સ વગરની પિસ્તોલ અને રૂા.200 ની કિંમતના બે જીવતા કારતૂસ મળી આવતા રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એલસીબીએ અજયગીરીની પૂછપરછ હાથ ધરતા તેણે પિસ્તોલ અને કારતૂસ ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેતાં વીરસીંગ નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી. તેના આધારે એલસીબીએ બે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને પંચ બી પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.