Sunday, May 18, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ કેસ કરી મહિલા પાસે રકમ પડાવવા ધમકી

જામનગરમાં પોલીસ કેસ કરી મહિલા પાસે રકમ પડાવવા ધમકી

મહિલાના પુત્ર સહિતના ત્રણ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ : આ કેસમાં મોટી રકમ પડાવવા મહિલાને અવારનવાર ધમકી : જાહેરમાં ગાળો કાઢી બહારથી ગુંડાઓ બોલાવી પતાવી દેવાની ધમકી આપી : પોલીસ દ્વારા મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં મહિલાના પુત્ર સામે કેસ કરી મોટી રકમ પડાવવા માટે અવારનવાર ધાકધમકી આપતી મહિલાએ જેમ ફાવે તેમ ગાળો કાઢી બહારથી ગુંડાઓ બોલાવી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં રજાનગર, મામદશા પીરની દરગાહ પાસે રહેતાં મુમતાઝબેન કાસમભાઇ ખીરા નામની મહિલાના પુત્ર ઇરફાન ખીરા અને સમીર ખીરા તથા હસન સિદી ખીરા નામના ત્રણ વ્યકિતઓ ઉપર શંકર ટેકરીમાં નવી નિશાળ પાસે રહેતાં સમીમબેન શબ્બીર જુમાણી નામની મહિલાએ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ કેસમાં મુમતાઝબેન પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે સમીમબેન અવારનવાર ધાકધમકી આપતા હતા અને ગત્ તા. 14ના રોજ મોટી રકમ પડાવવા માટે સમીમબેનએ મુમતાઝબેન તથા અન્ય મહિલાઓને શંકર ટેકરીમાં જાહેર રોડ પર જેમ ફાવે તેમ ગાળો કાઢી, બહારથી ગુંડાઓ બોલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા એન. બી. સદાદિયા તથા સ્ટાફએ મહિલા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular