ઉનાળામાં ગરમી માજા મુકી રહી છે. ત્યારે દરેક ઘરમાં એસીનો દબદબો છે. હાથમાંથી એસીનું રિમોર્ટ મુકાતું નથી. આવા સમયમાં લોકો જરૂર વગર ઘરની બહાર જવાનું ટાળે છે અને આખો દિવસ ઘરમાં એસીમાં જ બેસવાનું રાખે છે. ત્યારે સામાન્ય રીતે દરેકને ખબર જ હશે કે એસી કેવી રીતે લાગેલું હોય છે. પરંતુ તાજેતરમાં વાયરલ એક તસ્વીરમાં અનોખી રીતે એસી લાગેલું જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ ફોટો જો.ઇને આશ્ચર્ય થઇ રહ્યું છે કે આ એસી એન્જીનિયરે લગાવ્યું કેવી રીતે…!!!

એપ્રિલની સાથે સાથે ગરમીનું પણ આગમન થઇ જાય છે. ત્યારે ધીમે ધીમે ગરમી તીવ્ર બનતી જાય છે અને લોકો ગરમીથી બચવા જુદાં જુદાં જુગાડ કરતાં જોવા મળે છે. ત્યારે એક એવો જુગાડ પ્રકાશમાં આવ્યો છે કે જે અદ્દભૂત રીતે એસી ફીટ કરવામાં આવ્યું હતું. તે જોઇને લોકો એન્જીનિયરની પ્રશંસા કરી રહ્યાં છે.
આપણે જાણીએ છીએ કે ભારતમાં લોકો જુગાડ સાથે પોતાનું કામ કેવી રીતે મેનેજ કરવું તે જાણે છે. આ વિડિયો પર નજર નાખીએ તો કોઇએ જુગાડનો ઉપયોગ કરીને સ્પિલટ એસી અદભૂત રીતે સેટ કર્યું છે. પરંતુ કઇંક અલગ જસ રીતે લટકતું સાઇડમાંથી ફીટ કરાયેલું ઘ્વજની જેમ ફીટ કરાયેલું દેખાય છે.
ઇન્સ્ટાગ્રામ પર ઘંટા નામના એકાઉન્ટ પરથી આ ફોટો શેર કરવામાં આવ્યો છે. જેને જોઇને લોકો તેના પર રમુજી ટીપ્પણીઓ પણ કરી રહ્યાં છે અને વિચારી રહ્યાં છે કે આ જુગાડ કરાયો કેવી રીતે તે પણ માથું ખંજવાળીને વિચારી રહ્યાં છે.