જામનગરમાં આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર 108 ટીમના બધા લોકેશનના સ્ટાફ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ તકે 108ના ઇએમટી પાયલોટ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
