Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારધ્રોલમાં 9 ફેબ્રુઆરીના જોબફેરનું આયોજન

ધ્રોલમાં 9 ફેબ્રુઆરીના જોબફેરનું આયોજન

- Advertisement -

જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા આવતીકાલે તારીખ 09 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, ખારવા રોડ, ધ્રોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

- Advertisement -

આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર હાજર રહેવા માટે જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular