Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરવેલેન્ટાઈન વિક અને લગ્નસરાની સીઝનમાં ગુલાબની માંગ - VIDEO

વેલેન્ટાઈન વિક અને લગ્નસરાની સીઝનમાં ગુલાબની માંગ – VIDEO

- Advertisement -

ફેબ્રુઆરી એટલે પ્રેમ અને લગ્નની સીઝન એક તરફ વેલેન્ટાઈન ડે આવતો હોય તો વળી બીજી તરફ વસંત પંચમી હોય આ મહિનામાં લોકોને પોતાના જીવનસાથીની પ્રાપ્તિ થતી હોય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ વસંત પંચમીનું ખાસ મહત્વ જોવા મળે છે. આ દિવસમાં લગ્ન માટે વણજોયા મુહુર્ત હોય છે. મોટાભાગના લગ્ન કરવાનું આયોજન કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમીના આખા દિવસ દરમિયાન દોષરહિત અને ઉત્તમયોગ છે. આ વર્ષે વસંતપંચમી 14 ફેબ્રુઆરીના આવે છે. ત્યારે યુવાન હૈયાઓ માટે થનગનાટનો દિવસ છે. વેલેન્ટાઈન ડે અગાઉથી વિકને ઉજવવામાં આવે છે. જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે તેમજ વેલેન્ટાઈન ડે પર પણ ફુલોની ખૂબ માંગ રહી છે. હાલ લગ્ન સીઝન શરૂ હોય ડેકોરેશન માટે પણ ફુલોની માંગ ઉઠી રહી છે. ત્યારે જામનગરમાં રણજીતસાગર નજીક ખેતી કરતા ખેડૂતો માટે ફુલોની સીઝનમાં આ વખતે સારો ભાવ મળી રહ્યો છે. કિલોના આશરે 40 થી 50 રૂપિયાનો ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. તમામ પ્રકારના ડેકોરેશનમાં હાલ લોકો સફેદ અને લાલ ગુલાબની ડિમાન્ડ કરી રહ્યા છે. ત્યારે યુવાન હૈયાઓ પણ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે લાલ ગુલાબની માંગ કરતાં જોવા મળે છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular