Friday, March 29, 2024
Homeઆંતરરાષ્ટ્રીયએક મહિલા એક વર્ષમાં 21 બાળકોની મા બની ! જાણો કઇ રીતે...

એક મહિલા એક વર્ષમાં 21 બાળકોની મા બની ! જાણો કઇ રીતે…

- Advertisement -

જ્યોર્જિયાની એક 23 વર્ષીય મહિલા એક વર્ષમાં 2, 4 નહીં પણ પુરા 21 બાળકોની મા બની છે. અત્યારે ખમ બાળકોની સાર સંભાળ માટે ક્રિસ્ટિના નામની આ મહિલાના ધરમાં 16 આયા (નેની)ઓને રાખવામાં આવી છે. મીડિયાના રિપોર્ટ મુજબ ક્રિસ્ટિના ઓઝતુર્કે જણાવ્યું કે, તેના ધનાઢ્ય પતિ ગેલીપને લગ્ન પહેલા જ્યારે મળી ત્યારે તેણે એક મોટા પરિવારનું સ્વપ્ન જોયું હતું. તેનો 57 વર્ષીય પતિ પહેલાંથી જ પરિણીત હતો. છતાં જ્યોર્જિયામાં પ્રથમ મુલાકાત બાદ બંને પરણી ગયા ખને આ વિશાળ પરિવારને જન્મ આપ્યો. હજુ બંને ખા પરિવારનો વિસ્તાર કરવા માંગે છે. ક્રિસ્ટિનાના કહેવા પ્રમાણે 20 બાળકોની મા બનવા માટે તેણે સરોગેસીનો સહારો લીધો. એક વર્ષ પહેલાં સુધી તેને માત્ર એક બાળકી હતી. ત્યાર બાદ બીજા 20 બાળકો થયા. સરોગેસી માટે તેમણે આશરે 1.42 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

- Advertisement -

આ બાળકોની દેખરેખ માટે ઓઝતુર્ક દંપત્તિ 16 ફૂલ ટાઇમ લિવ ઇન નેની (આયા) રાખી છે. જેમના પર દર વર્ષે 70 લાખ રૂપિયાનો ખર્ય થાય છે. ક્રિસ્ટિનાનું કહેવું છે કે તે મોટાભખાગનો સમય બાળકો સાથે વિચાવે છે. તે એ બધુ જ કરે છે, જે સામાન્ય રીતે એક મા પોતાના બાળકો સાથે કરે છે.

ગેલીપ અને ક્રિસ્ટિનાને પહેલેથી જ 6 વર્ષની વિક્ટોરિયા નામની એક બાળકી હતી. પછી ગત વર્ષે માર્ચમાં મુસ્તફા નામના બીજા બાળકને સરોગેસીની માધ્યમથી જન્મ આપ્યો. ત્યાર બાદ આશરે સવા વર્ષના ગાળામાં વધુ 19 બાળકોને જન્મ આપ્યો. હવે તેમને 21 બાળકો છે. જેમાં દરેક સરોગેટ ગર્ભાવસ્થા માટે ખાશરે લાખ રુપિયાનો ખર્ચ કર્યો. હવે તેમના 4 માસથી લઇ 14 મહિના સુધીના અન્ય બાળકો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular