આજથી ઓલા ઇલેક્ટ્રિક સ્કુટરનું ટેસ્ટીંગ શરુ થયું છે. કંપનીએ 15 ઓગસ્ટના રોજ સ્કુટર લોન્ચ કર્યું હતું. હાલ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને બેંગ્લુરુમાં જ મળશે.
ઓલાના કો-ફાઉન્ડર અને CEO ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયામાં સ્કુટરની ડ્રાઈવનો એક વિડીઓ શેર કરીને તેની ઝલક બતાવી છે. સ્કુટરની મજબુતાઈ બતાવવા હવામાં સ્ટંટ કરાવ્યો હોવાનું વિડીઓમાં જોઈ શકાય છે. ટેસ્ટ ડ્રાઈવ શરુ થયા બાદ તેની ટૂંક સમયમાં ડિલિવરી પણ શરૂ થશે.
રાજ્યોમાં વિવિધ દરે સબસીડી મળી રહી હોવાથી અલગ અલગ રાજ્યોમાં અલગ ભાવ છે. ગુજરાતમાં ઓલા S1 ની કિંમત 79,999 રૂપિયા છે, જ્યારે ઓલા S1 પ્રો 1,09,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.