Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ પાંચ વર્ષમાં લીધેલા ખાદ્ય પદાર્થના 794 નમૂનાઓ પૈકી માત્ર બે જ...

જામ્યુકોએ પાંચ વર્ષમાં લીધેલા ખાદ્ય પદાર્થના 794 નમૂનાઓ પૈકી માત્ર બે જ જોખમી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 794 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. જે પૈકી માત્ર બે નમૂનાઓ જ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એટલે કે જોખમી કેટેગરીમાં છે. જ્યારે 39 નમૂનાઓ હલકી ગુણવતાના જણાયા છે.

- Advertisement -

જામ્યુકોના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે શહેરમાં વેંચાતા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી તેની ગુણવતા તપાસવા માટે નમૂનાઓ લેવામાં આવે છે. જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જે નમૂનાઓમાં ભેળસેળે અથવા તો અન્ય ગેરરીતિ જણાઈ તેના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. 2017 થી 2021 ના પાંચ વર્ષ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા શહેરમાંથી આવા કુલ 794 નમૂનાઓ લેવામાં આવ્યાં હતાં. જેમાં 2017 માં 90, 2018 માં 204, 2019 માં 141, 2020 માં 168 અને 2021 માં સૌથી વધુ 191 નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં. લેબોરેટરીના પૃથ્થકરણ રિપોર્ટ અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં લેવાયેલા નમૂનાઓ પૈકી માત્ર બે નમૂનાઓ જ જોખમી જણાયા છે. જ્યારે કુલ 39 નમૂનાઓ હલકી ગુણવતાના જણાયા છે. જ્યારે છ નમૂનાઓ એવા છે કે જેણે મિસબ્રાન્ડેડ તરીકે વેચવામાં આવતા હોય.

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા ઉપરોકત આંકડાઓ ઉપરથી ફલિત થાય છે કે, જામનગર શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને ગોલમાલનું પ્રમાણ ઓછું છે. લેવામાં આવેલા કુલ 794 નમૂનાઓ પૈકી માત્ર 47 નમૂનાઓમાં જ કોઇ ગેરરીતિ જણાઈ છે. અત્રે ઉલ્લેખીય છે કે, જામ્યુકોની ફૂડશાખાની કાર્યવાહી કાયમ શંકાના પરીઘમાં રહી છે. સમયાંતરે કરવામાં આવતી ચકાસણી માત્ર દેખાડારૂપ હોવાનું મોટાભાગના લોકો માની રહ્યા છે. તેવા સંજોગોમાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ જો સંપૂર્ણપણે પ્રામાણિક હોય તો શહેરીજનોના આરોગ્ય માટે સારી બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular