Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના ખાયડીમાંથી જૂગાર રમતા મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા

લાલપુરના ખાયડીમાંથી જૂગાર રમતા મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા

10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો : કાર અને બાઈક મળી રૂા.8.33 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

લાલપુર તાલુકાના ખાયડી ગામની સીમમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન એક મહિલા સહિત નવ શખ્સોને રૂા.2,46,200 ની રોકડ રકમ અને નવ મોબાઇલ તથા સાડા પાંચ લાખની કાર અને બાઈક સહિત કુલ રૂા.8,33,200 ના મદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયામાંથી જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને પોલીસે રૂા.1420 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના ખાયડી ગામની સીમમાં આવેલા ગોગન રામા ગોજિયાના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને સુરેશ માલકિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ પાડી હતી.

રેઈડ દરમિયાન દેવાણંદ ઉર્ફે દેવા માલદે નંદાણિયા, કાના મેરામણ ચાવડા, રામસીજ હરદાસ કરંગીયા, જીતેન્દ્ર નરશી ભોગાયતા, રાજા પબા ડેર, પાલા મારખી બેરા, રામદે દેવાણંદ ચેતરિયા, રીછા ગગા પીંડારિયા અને એક મહિલા સહિત નવ શખ્સોને રૂા.2,46,200 ની રોકડ રકમ અને રૂા.37000 ની કિંમતના નવ મોબાઇલ તથા સાડા પાંચ લાખની કિંમતની કાર અને બાઈક સહિત કુલ રૂા.8,33,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગોગન રામા ગોજિયા હાજર ન હોય જેથી એલસીબીએ 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જોડિયાની મુખ્ય બજારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ફિરોજ સતાર સામાણી નામના શખ્સને પોલીસે રૂા.1,420 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલા સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular