Tuesday, May 18, 2021
Homeરાજ્યખંભાળિયાની કોવિડ હોસ્પીટલમાં RSPL(ઘડી) કંપની દ્વારા નિર્મિત ઓક્સીજન ટેન્કનું સાંસદ દ્વારા લોકાર્પણ

ખંભાળિયાની કોવિડ હોસ્પીટલમાં RSPL(ઘડી) કંપની દ્વારા નિર્મિત ઓક્સીજન ટેન્કનું સાંસદ દ્વારા લોકાર્પણ

- Advertisement -

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આવેલ કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી હતી. જેનું આજરોજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

RSPL (ઘડી) કંપની દ્વારા CSR અંતર્ગત કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણમાં દર્દીઓના સમયસર પુરતું ઓક્સિજન મળી રહે તે માટે ખંભાળિયાની કોવિડ હોસ્પીટલમાં ઓક્સીજન ટેન્ક તૈયાર કરાઈ હતી. દ્વારકા કલેકટર ડૉ.નરેન્દ્ર મીના તથા સાંસદ પુનમબેન માડમના પ્રયાસથી દ્રારકા સ્થિત RSPL ઘડી કંપની દ્રારા 10 ટનની ક્ષમતાથી તાત્કાલિક ઓક્સિજન ટેન્ક આપવામાં આવી છે. આ ટેન્ક દ્રારા ખંભાળીયા હોસ્પિટલ ખાતે ICU અને વેન્ટિલેટર બેડ પર સારવાર લેતા દર્દીઓ માટે ઓક્સિજનની વધુ સુવિધા ઉપલબ્ધ થશે.

ખંભાળીયા ખાતે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવતા જરૂરીયાત મંદોએ ઓક્સિજન તાત્કાલિક મળી રહેશે. તેમજ જામનગર તથા સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર જઈને ઓક્સિજનના સીલીન્ડર માટે પરેશાન થવું નહી પડે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular