Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટનું કંટ્રોલ રૂમ ઝડપી લેતું ફર્લો સ્કવોર્ડ

જામનગરમાંથી ક્રિકેટનું કંટ્રોલ રૂમ ઝડપી લેતું ફર્લો સ્કવોર્ડ

61 હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝબ્બે : મુંબઇ-વડોદરા સહિતના 16 શખ્સોના નામો ખુલ્યા

- Advertisement -

જામનગર શહેરના નાગરચકલામાં સરાના કુવા પાસે ચાલતો ક્રિકેટ કંટ્રોલ રૂમના સ્થળે રેઇડ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડે ત્રણ શખ્સોને રૂા.61 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 19 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગરચકલા પાસે આવેલા સરાના કુવા નજીક રહેણાંક મકાનમાં ક્રિકેટ કંટ્રોલ રૂમ ચાલતો હોવાની હેકો નિર્મળસિંહ જાડેજા, કાસમ બ્લોચ, ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.જી. ચૌધરી તથા પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રસારણ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડયા, અનિલ અર્જુન દુલાણી, સુરેશ ઉર્ફે એસેસ રીજુમલ કુકડિયા નામના ત્રણ શખ્સોને રૂા.36000 ની રોકડ રકમ અને ટીવી સેટઅપ બોકસ તથા મોબાઇલ સહિતનો રૂા.61 હજારનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

તેમજ પૂછપરછ કરતા આ ક્રિકેટના ડબ્બામાં ભાવેશ નં.99 મો.નં.6352022430, પ્રવીણભાઇ (પી.વી) મો.નં.8000811811, પરેશ ભાનુશાળી મો.નં. 7016919224, કે.કે ભટ્ટ (બરોડા) મો.નં.9824290163, બઠીયો મો.નં.8153804556, વીપુલ હાપા મો.નં. 9099061826, હીરેન ગંઢા મો.નં. 9737426178, રાજેશ ભાનુશાળી મો.નં.9898845573, મહેશ (પી.આર.એસ) મો.નં. 9638186986 તથા 9898884186, સુર્યાભાઇ (સેટેલાઇટ અમદાવાદ) મો.નં. 7567506170, અમીતભાઇ મો.નં.9265016987, વીપુલ-99 મો.નં. 9276077377, શૈલેષ ઠાકર અમદાવાદ મો.નં.9825208822, કનુ મજીઠીયા મો.નં.9925752722 તથા 9081761526 રહે.જામનગર, ભજી મો.નં.9749533333, વિશાલ રહે. મુંબઇ મુલુન્દ મો.નં.9372303674 સહિતના 16 શખ્સોની સંડોવણી ખુલ્લતા પોલીસે 19 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular