વર્ષ 2026 ધોરણ-10 બોર્ડ દ્વારા આજ રોજ જે પરિણામ જાહેર થયેલ છે તેમાં જામનગર જિલ્લાનું 85.08% પરિણામ રહ્યું. જેમાં જામનગર મોદી સ્ફૂલનું અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ બંને માધ્યમનું 100 % પરીણામ રહેલ છે. ધો. 10 નાં રિઝલ્ટમાં ઇજ્ઞફમિ ઝજ્ઞા 10માં 4 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં 99.97 પી.આર. સાથે બંધિયા ક્રિષા બોર્ડમાં તૃતિય સ્થાન મેળવેલ છે તેમજ 99.94 પી.આર. સાથે બગલ કેવિને અને 99.90 પી.આર. સાથે પરમાર શ્રેયા તેમજ રાઠોડ જિનલે પણ બોર્ડ ટોપ 10માં સ્થાન મેળવેલ છે અને મોદી સ્ફૂલના કુલ 95 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવેલ છે. આ વર્ષે જામનગર મોદી સ્ફૂલના કુલ 304 વિદ્યાર્થીઓનું આટલું શ્રેષ્ઠ પરિણામ આપતી જામનગર જિલ્લાની એકમાત્ર મોદી સ્ફૂલ છે. જો કે મોદી સ્ફૂલે છેલ્લા ચૌદ વર્ષથી જામનગર જિલ્લામાં ધોરણ-10 બોર્ડના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખી છે, જેમાં સતત 14માં વર્ષે પણ મોદી સ્ફૂલ પરિવાર દ્વારા – વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો વિશ્ર્વાસ જીતી, જામનગર વાસીઓ માટે પણ ગૌરવ લઇ શકાય તેવું ઉચ્ચતમ પરિણામ આપી વિદ્યાર્થીઓને સફળતાની નવી રાહ દોરી છે.
મોદી સ્ફૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફોર કોટેશનન્સ-આઇકયુ (બૌદ્ધિક), એસકયુ (સામાજિક), એચકયુ (સર્વાંગી) અને ઇકયુ (ભાવનાત્મક) – ના વિકાસ પર વિશેષ ભાર મૂકે છે. આ સંતુલિત અભિગમ વિદ્યાર્થીઓના શેૈક્ષીણક પ્રદર્શનને મજબૂત બનાવે છે, સાથે જ આત્મવિશ્વાસ, વ્યકિતત્વ અને સંસ્કારનું નિર્માણ કરીને તેમને જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તમ સફળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે.
પીઆર મુજબનું પરિણામ
99 પીઆર ઉપર : 337 વિદ્યાર્થીઓ
95 પીઆર ઉપર : 96 વિદ્યાર્થીઓ
90 પીઆર ઉપર : 146 વિદ્યાર્થીઓ
– આથી શાળાના કુલ 146 વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ – 10% માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
– વિષય વાર 100માંથી 100 ગુણ મેળવતાં વિદ્યાર્થીઓમાં સામાજીક વિજ્ઞાન – 03 વિજ્ઞાન અને ટેકનોલોજી – 29 ગણિત-બેઝિક – 03 ગણિત-સ્ટાન્ડડ – 01 સંસ્કૃત – 12
શાળાની ખનુભવી શિક્ષકોની ટીમ અને એજ્યુકેશન સિસ્ટમમાં ઢાળી સમય સાથે તાલ મિલાવી હંમેશા મોદી સ્ફૂલ માર્ગદર્શક બની રહી છે તેમજ નિયમિત ટેસ્ટ સિસ્ટમ તથા આધુનિક શિક્ષણ પદ્ધતિઓના કારણે વિદ્યાર્થીઓએ આ ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે.
View this post on Instagram
મોદી સ્ફૂલની છત્રછાયામાં, ટ્રસ્ટી પારસ મોદી, જીના મોદી, હિત મોદી, પ્રિન્સીપાલ તેમજ મોદી સ્ફૂલના સમગ્ર સ્ટાફ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન સતત મૂલ્યાંકન દ્વારા મોદી સ્ફૂલ વિદ્યાર્થીઓનો હોંસલો વધારતી રહી છે. આ ઉપરાંત શાળાનું નવું સોપાન ઇન્ટીગ્રેટેડ બેચ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓને જેઇઇ-નીટ/ગુજકેટ જેવી કોમ્પીટીટીવ એકઝામ માટે પણ ધોરણ 6 થી 10માં જ બોર્ડની સાથે સાથે તૈયારીઓકરવામાં આવે છે. જેથી બાળકો ધોરણ 10માં પણ સારૂ પરિણામ લાવી શકે. જે આ વર્ષનું પરિણામ જ ઉદાહરણ રૂપ બન્યું છે. આ ફાઉન્ડેશન કોર્ષ જ આગળના તમામ અભ્યાસક્રમમાં ઉપયોગી બનશે.
મોદી સ્કૂલના શ્રેષ્ઠ પરિણામ બદલ સંસ્થાપક ડો. આર. પી. મોદી, પારસભાઇ, હિતભાઇએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સારી કારકિર્દી બનાવી શાળા તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા આપી હતી.


