Tuesday, July 28, 2026
Homeરાજ્યજામનગરપીજીવીસીએલના સબસ્ટેશન પાસે બનાવેલા સેફટી ગાર્ડનો દુરુપયોગ

પીજીવીસીએલના સબસ્ટેશન પાસે બનાવેલા સેફટી ગાર્ડનો દુરુપયોગ

જામનગર શહેરમાં વીજ કંપનીના સબ સ્ટેશન જ્યાં આવેલા છે તેના ફરતે આરએમયુ યુનિટ એટલે કે તેના ફરતે ઝાળીઓ નાખવામાં આવી છે. હવે આ ઝાળીઓ કચરા પેટીના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે.

- Advertisement -

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા જાહેર રસ્તા પર જુદી જુદી જગ્યાએ સબસ્ટેશન વારા થાંભલા છે અને શોર્ટ લાગે તે જગ્યાએ લોખંડની ગ્રીલ (સેફટી ગાર્ડ) લગાવવામાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા આ ગ્રીલ મુકવાનો હેતુ સેફ્ટિનો છે. કોઈ પશુ કે માણસને ખુલ્લા સબસ્ટેશનમાં શોર્ટ ના લાગે તે માટેનો છે. પરંતુ આના કારણે નવી મુસીબતનો ઉમેરો થયો છે. આ આરએમયુ યુનિટની ઝાળીઓમાં કચરો ભેગો થાય છે જેનો નિકાલ થતો નથી. જેના કારણે આ યુનિટો કચરા પેટીઓ જેવા બની ગયા છે.

શહેરમાં અનેક વિસ્તારોમાં આ યુનિટની ફરતે મુક્વામાં આવેલી ગ્રીલ તુટી ગઇ છે. તો અમુક સ્થળ પરથી ગાયબ થઈ ગઈ છે. વળી યુનીટની આસપાસ અને અંદરના ભાગે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ આ યુનિટની પાસે વેપાર-ધંધા અને તેની જાહેરાત પણ કરવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ લોકો સાયકલ, અને નાસ્તાની લારીના ટેબલ -ખુરશી સહીત સામાન રાખવા યુનીટની ગ્રીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વીજતંત્રની યુનીટની જાળવણીમાં બેદરકારીના કારણે અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. ત્યારે વીજ કંપની દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠયા છે.

- Advertisement -

જામનગરની જનતાએ આ યુનિટ (ગ્રીલ) કચરો નાખી ને કે અન્ય કોઈ પણ પ્રકારે આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં વીજ કંપનીના રીંગ મેઇન યુનિટ ભંગાર બન્યા છે ત્યારે વીજ કંપની શું કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે કે શું..? તે સવાલ ઉભો થયાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular