Wednesday, September 23, 2026
Homeરાજ્યહાલારયુવતી સાથે મિત્રતા બાબતનો ખાર રાખી સગીર ઉપર હુમલો

યુવતી સાથે મિત્રતા બાબતનો ખાર રાખી સગીર ઉપર હુમલો

ઢીકાપાટુનો માર મારી હાથના કડા વડે ઇજા પહોંચાડી : છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલો : પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

મીઠાપુરના સગીરને યુવતી સાથે મિત્રતા કરવાની બાબતે ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલ કરી ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મીઠાપુર વિસ્તારમાં રહેતા એક સગીરને આ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હોય, આ બાબત અંગે અદાવત રાખી અને આ ફરિયાદી સગીર જ્યારે તેના માસીના દીકરાને ઘરે મૂકીને પરત થઈ રહ્યો હતો, ત્યારે એક માર્ગમાં રહેલા લખન સોમાજી અને રવિ દિપક નામના બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કડા વળે તેમને ઈજાઓ પહોંચાડી હતી.

આ પછી ઉપરોક્ત બંને શખ્સો સાથે અન્ય બે શખ્સો રામભાઈ સોમજી અને કરણ દીપલ નામના બે મળી ચારેય શખ્સોએ આ સગીરને પુન: રાત્રિના બાર વાગ્યે સમાધાન કરવાના બહાને આંબેડકર ગેઈટ પાસે બોલાવી અને છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular