Thursday, April 18, 2024
Homeરાજ્યહાલારશિવરાજપુર બીચ ખાતે આયોજિત ‘બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ’ની મુલાકાત લેતા મંત્રીઓ

શિવરાજપુર બીચ ખાતે આયોજિત ‘બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ’ની મુલાકાત લેતા મંત્રીઓ

- Advertisement -

દ્વારકા પંથકમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે શિવરાજપુર બીચ ખાતે બીચના દરિયા કાંઠે “બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગઈકાલે બુધવારે શિવરાજપુરનાં રમણીય દરિયાકાંઠે પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા રમતો થકી પણ તમિલનાડુ અને ગુજરાતના લોકો એકબીજાની વધુ નજીક આવે, સંસ્કૃતિ- ભાષા, ભોજનનું આદાન પ્રદાન કરી શકે તે માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન થવાનું હતું.

- Advertisement -

આ આયોજનની સમિક્ષા અર્થે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ શિવરાજપુર બીચની મુલાકાત લઈ, જે-તે વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે દરિયાકાંઠે રેતશિલ્પ મહોત્સવમાં રેત શિલ્પકારો દ્વારા બનાવેલી આકર્ષક કૃતિઓ જેવી કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતું સૌરાષ્ટ્ર – તમિલ સંગમનું રેત ચિત્ર, તિરુપતિ બાલાજી, દ્વારકાધીશ મંદિર, કીપ ધ બીચ ક્લીન સહિતના રેત ચિત્ર નિહાળ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, કોકોનેટ થ્રો, ડોજ બોલ, મ્યુઝિકલ ચેર, ફૂટબોલ, રસ્સા ખેંચ જેવી જુદી જુદી રમતો નિહાળી હતી. બીજાને રમતાં નિહાળી મંત્રીઓ પોતે પણ દરિયાકાંઠે રમતોમાં સહભાગી બની અન્ય રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ વચ્ચેના ઐતિહાસિક સંબંધો થકી ભારતની જુદી જુદી ભવ્ય સંસ્કૃતિઓને ઉજાગર કરવા માટે તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં “એક ભારત, એક શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નને પરીપૂર્ણ કરવા માટે આયોજિત “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રીયન તમિલ પરિજનો સોમનાથથી દ્વારકા પધાર્યા છે. ત્યારે દ્વારકાના ઐતિહાસિક સ્થળોની સાથે સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બ્લુ ફ્લેગમાં સ્થાન હાંસલ કરનાર શિવરાજપુર બીચની સુંદરતા પણ તમિલ બાંધવો નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

શિવરાજપુર બીચ ખાતે હાલ પ્રથમ ફેઝનું કાર્ય પ્રગતિ હેઠળ છે. કુદરતના અદભૂત સૌંદર્યનાને માણવા નજારો જોવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં દેશ – વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે કચ્છના રણોત્સવની જેમ શિવરાજપુરને પણ વિકસાવાશે તેમ ઉમેર્યું હતું.

64 જેટલી કલાઓની એક એવી રેત શિલ્પકલા નિહાળતા શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, રેતીમાં ચિત્ર સ્વરૂપે કલાને કંડારવી એ ખુબ જ કઠિન કાર્ય છે. લુપ્ત થતી લલિત કલાઓને જીવંત રાખવા સરકાર દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો પણ આપણી લલિત કલાઓને ઓળખે, આઝાદીનાં અમૃત કાળમાં ભાષાના આદાન પ્રદાન થકી સમગ્ર ભારતમાં સમરસતા લાવવા પ્રયાસો સરકાર કરી રહી છે. ભાષાઓ શીખી શકે તે માટે લેંગવેજ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, જિલ્લા રમત વિકાસ અધિકારી હિતેશભાઈ પ્રજાપતિ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ, કોચ, ટ્રેનરો, પ્રવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular