Sunday, January 19, 2025
Homeરાજ્યહાલારદાત્રાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

દાત્રાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

- Advertisement -

ખંભાળિયા વિસ્તારમાં ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાની સુચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ રમેશભાઈ માધર તથા ખીમાભાઈ આંબલીયાને ચોક્કસ બાતમીના આધારે તાલુકાના દાત્રાણા ગામે રહેતા લાલા રણમલ કંડોરીયા નામના 27 વર્ષના શખ્સને રૂપિયા 21,200 ની કિંમતની વિદેશી દારૂની 53 બોટલ તથા રૂપિયા 5,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 26,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ કામગીરી પી.આઈ. એસ.વાય. ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયમીનભાઈ ડોડીયા, ખીમાભાઈ આંબલીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને રમેશભાઈ મધર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular