Thursday, July 16, 2026
Homeરાજ્યહાલારબનાવટી સરકારી આઇકાર્ડ દ્વારા વીઆઇપી દર્શન કરાવતો શખ્સ ઝડપાયો

બનાવટી સરકારી આઇકાર્ડ દ્વારા વીઆઇપી દર્શન કરાવતો શખ્સ ઝડપાયો

વિશ્વવિખ્યાત દ્વારકાધીશના મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે અને દર્શન માટે ભક્તોની ભારે ભીડ હોવાથી વીઆઇપી દર્શનની બોલબાલા વધી રહી છે. ત્યારે વીઆઇપી દર્શન માટે અશોકચક્ર સાથેબના બનાવટી સરકારી આઇકાર્ડ દ્વારા વીઆઇપી દર્શનની પેરવી કરતાં શખ્સને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ અશોકચક્ર સાથેનું બનાવટી આઈડી કાર્ડ બનાવી અને દ્વારકાધીશ મંદિરમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુનો આચર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી પીએલવી તુલસીભાઈ નકુમ દ્વારા પોતે રાજ્ય સેવક ન હોવા છતાં રાજ્ય સેવક હોવાની ખોટી ઓળખ ઊભી કરી અને રાજ્ય સેવક હોવાનો ઢોંગ કરી પોતે રાજ્ય સેવક હોવાનું અને ભારત સરકારના સત્તાવાર “રાજ્ય પ્રતીક” (અશોકચક્ર) છાપેલા બનાવટી આઈડી કાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેણે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આવતાં દર્શનાર્થીઓને વી.આઈ.પી. દર્શન કરાવીને તેના બદલામાં આર્થિક લાભ લેવામાં આવતો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે બી.એન.એસ.ની કલમ 204, 335, 336, 338 તથા 5 અને ધી સ્ટેટ એમ્બેલ ઓફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઇમ્પ્રોયર યુઝ) એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular