ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાંથી પોલીસે રેઇડ દરમ્યાન દેશી દારૂના જથ્થા સાથે શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં દેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની હે.કો. નારણભાઇ બેલા, પો.કો. લાલાભાઇ ખાટલિયા, હે.કો. કિશોરસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે. જે. કરપડા, એએસઆઇ જયપાલસિંહ જાડેજા, હે.કો. નારણભાઇ બેલા, કિશોરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, પો.કો. યોગરાજસિંહ ઝાલા, લાલાભાઇ ખાટલિયા અને જગાભાઇ નંદાણિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અમરા કરમણ હુણ (ઉ.વ.21, રહે. પાછતરડી ગામ, તા. ભાણવડ) નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેની પાસેથી રૂા. 50 હજારની કિંમતનો 250 લીટર દેશી દારૂ અને રૂા. 20 હજારની કિંમતનું બાઇક સહિત કુલ રૂા. 70 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


