Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ દ્વારા સમસ્ત જૈન-જૈનેતર બાળકો માટે ‘ધર્મકથા’...

જામનગરમાં લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ દ્વારા સમસ્ત જૈન-જૈનેતર બાળકો માટે ‘ધર્મકથા’ સ્પર્ધાઓ યોજાશે

- Advertisement -

જામનગરની સંસ્થા લુક એન્ડ લર્ન જૈનધર્મ દ્વારા સમસ્ત જૈન-જૈનેતરના બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે માટે જુદી-જુદી પ્રતિયોગિતાઓનું આગામી તા. 11 અને 12 જૂનને શનિ-રવિના દિવસો દરમિયાન પરસધામમાં આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જેમાં કલર અને પઝલ સ્પર્ધા, ફેન્સી ડ્રેસ, સ્ટોરી ટેલિંગ સ્પર્ધા, કવિઝ તેમજ ઓટોબાયોગ્રાફી કોન્ટેસ્ટ, મોડેલ્સના દિવ્ય પ્રદર્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ પોઇન્ટ મેળવનાર બાળકોને એવોર્ડ તેમજ ભાગ લેનાર બાળકોને વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.

પરમ ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણાથી અને કિર્તીભાઇ મહેતાના સૌજન્યથી અને હર્ષ મહેતાના પ્રયાસોથી બન્ને દિવસો દરમિયાન જૈન-જૈનેત્તરના બાળકો માટે જેટલી સવારે 10 થી 12 વાગ્યા સુધી કલરિંગ તેમજ પઝલની સ્પર્ધા જ્યારે આત્મકથાની સ્પર્ધા યોજાશે, ત્યારબાદ બંને દિવસે બપોરે 3:30 થી 5:30 વાગ્યા સુધી વાર્તા કહેવી, ફેન્સી ડ્રેસ, તથા કવિઝની સ્પર્ધાઓ યોજવામાં આવશે. જે સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ મેળવવા ઇચ્છતા જૈન જૈનેતરના બાળકોએ સજુબા સ્કૂલ સામે પારસધામ અથવા 94268 53630 અથવા 94268 50212 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular