Saturday, January 22, 2022
Homeરાજ્યજામનગરલાલપુર પંથકમાં દેશી દારૂના હાટડાઓ ઉપર એલસીબી ત્રાટકી

લાલપુર પંથકમાં દેશી દારૂના હાટડાઓ ઉપર એલસીબી ત્રાટકી

- Advertisement -

લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર એલસીબીની ટીમે ચાર સ્થળે દરોડા પાડી 20 હજારના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ દેશી દારૂના હાટડા ચાલતા હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચાર સ્થળે દરોડા પાડયા હતાં.
જેમાં પ્રથમ દરોડો લાલપુર તાલુકાના પડાણાના ખારી વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચલાવતા રામા માલજી સોરિયા અને તેની પત્ની ડાયબેન સોરિયાના કબ્જામાંથી રૂા.5520 નો 276 લીટર દેશી દારૂ અને રૂા.4800 ની કિંમતનો 2700 લીટર દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂા.10920 ના મુદ્દામાલ સાથે તથા બીજો દરોડો પડાણામાં રહેતાં આશાબેન ચંદીદાન ગઢવીના મકાનમાંથી રૂા.2800 ના કિંમતનો 140 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ગાગવાધારમાં ધારા ખીમા સંધિયાની કેબિનમાંથી રૂા.1800 ની કિંમતનો 90 લીટર દેશી દારૂ સાથે ખીમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો જોગવડવાળા વિશા ગઢવીએ સપ્લાય કર્યાની કેફિયત આપી હતી. ચોથો દરોડો, લાલપુરના જોગવડ ગામના પાટીયા નજીક જીતા ધાંધા ઘોડાના મકાનમાંથી રેઈડ દરમિયાન રૂા.600 ની કિંમતનો 30 લીટર દારૂ અને રૂા.4700 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular