Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ત્રણ એકટીવા ચોરીનો ભેદ ઉકેલતુ એલસીબી

જામનગર શહેરમાં ત્રણ એકટીવા ચોરીનો ભેદ ઉકેલતુ એલસીબી

બે કિશોરની અટકાયત : 75 હજારના ત્રણ એકટીવા કબ્જે કરાયા

- Advertisement -

- Advertisement -

જામનગર કિસાન ચોક વિસ્તારમાંથી બાઈક ચોર કિશોર બેલડીને એલસીબીની ટીમે ઝડપી લઇ ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ચોરાઉ એકટીવા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કિસાન ચોક ખફી હોટલ વાળી શેરીમાં એકટીવા ચોરીમાં સંડોવાયેલા બે કિશોર અંગેની એલસીબીના હેકો દિલીપ તલાવડિયા અને યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે બે કિશોરને ઝડપી લઇ તેમની પાસેથી પરેશ ધના નામના વૃદ્ધનું 25 હજારની કિંમતનું જીજે-10-બીકયુ-9155 નંબરનું દિ.પ્લોટ વિસ્તારમાંથી તથા અભય વિઠલાણી નામના યુવાનનું રૂા.25 હજારની કિંમતનું જીજે-10-બીપી-3957 નંબર તથા વિરજી વાઘેલા નામના યુવાનનું 25 હજારની કિંમતનું જીજે-10-બીબી-1991 નંબરના ત્રણ ચોરાઉ એકટીવા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular