Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરમોટી રાફુદડના વાડી વિસ્તારમાં એલસીબીનો દરોડો, દારૂનો જથ્થો કબ્જે

મોટી રાફુદડના વાડી વિસ્તારમાં એલસીબીનો દરોડો, દારૂનો જથ્થો કબ્જે

166 બોટલ દારૂ અને પીકઅપ વાહન સાથે બે શખ્સ ઝબ્બે : ચોટીલાના સપ્લાયરનું નામ ખૂલ્યુ : રંગપરમાંથી 47 બોટલ સાથે શખ્સ ઝડપાયો : દલતુંગીના સપ્લાયરની સંડોવણી ખુલ્લી

- Advertisement -

લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એલસીબીની ટીમે બાતમીના આધારે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની 166 બોટલ અને મોબાઇલ ફોન તથા પીકઅપ વાહન સહિત બે બુટલેગરોને દબોચી લીધા હતાં તેમજ લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન રૂા.18,800 ની કિંમતની 47 બોટલ દારૂ અને મોબાઇલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામની સીમમાં આવેલી અનવર ઉર્ફે અનિયો અબ્દુલ બેગના કબ્જાના ખેતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એમ. લગારીયા અને ટીમ દ્વારા રેઈડ દરમિયાન ખેતરમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.66,400 ની કિંમતની 166 બોટલ ઈંગ્લીીશ દારૂ મળી આવતા એલસીબીની ટીમે રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ અને રૂા. પાંચ લાખની કિંમતની બોલેરો પીકઅપ વાન મળી આવતા એલસીબીએ કુલ રૂા. 5,76,400 ના મુદ્દામાલ સાથે અનવર ઉર્ફે અનિયો અબ્દુલ બેગ અને માલા ઉર્ફે માલદે હીરા પંડત નામના બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં રહેતાં ભરત કાઠી દ્વારા સપ્લાય કરાયાની કેફિયત આપતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, લાલપુર તાલુકાના રંગપર ગામમાં ભરવાડ પાડામાં રહેતાં શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન હેમંત જીવા ઝાપડા ના મકાનમાં તલાસી લેતા રૂા.18,800 ની કિંમતની 47 બોટલ દારૂ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી આવતા એલસીબીએ રૂા.23800 નો મુદ્દામાલ સાથે હેમંત ઝાપડાને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો લાલપુરના દલતુંગી ગામના માલા હીરા રબારી નામના શખ્સે સપ્લાય કર્યાની કેફિયતના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular