Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી જૂગાર રમતી બે મહિલા સહિત ચાર ખેલંદા ઝડપાયા

જામનગર શહેરમાંથી જૂગાર રમતી બે મહિલા સહિત ચાર ખેલંદા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં. જામનગરના ખોજાનાકા પાસેથી વર્લીના આંકડા લખતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના કિશાન ચોકમાંથી વર્લીબાજે પોલીસે પકડી પાડયો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વિજય રમેશ બારૈયા, રવિ હીંગળાજ લીલાપરા અને બે મહિલા સહિત ચાર શખ્સોએ રૂા.10470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ખોજાનાકા પાસેથી વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા મહમદ યુસુફ ઉર્ફે દરબાર વલીમામદ દરજાદા નામના વૃધ્ધને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વર્લીમટકાના આંકડા લખેલી સ્લીપ અને રૂા.3450 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. ત્રીજો દરોડો, જામનગર શહેરના કિસાન ચોક મકરાણી કબ્રસ્તાનની બાજુમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હુશેન ઉર્ફે હુશી જમાલ શેખ નામના શખ્સને પોલીસે વર્લીના સાહિત્ય અને બે હજારની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular