જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં હાઉસીંગ બોર્ડ સામેના રોડ પરથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે 172 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જામનગર રણજીતનગર હુડકા પાછળ એનસીસી કવાર્ટરની બાજુમાં રહેતાં શખ્સના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે દારૂની બોટલો સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેર તાલુકાના ધુંવાવ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની એલસીબીના દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીભાઈ સયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન શંકર મનુ રોહેરા, અજય રાજેન્દ્ર બરછા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.32800 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 172 બોટલ અને રૂા.5500 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત રૂા.38,300 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના રણજીતનગર હુડકા પાછળ આવેલા એનસીસી કવાર્ટરની બાજુમાં રહેતાં મનિષ રમેશ દામા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.8000 ની કિંમતની 16 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે મનિષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


