જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં શ્રમિક યુવાનની પુત્રીની નજીકના દિવસોમાં સગાઈ અને લગ્ન કરવાના હોય જેથી રૂપિયાની વ્યવસ્થા થઈ શકતી ન હોવાથી ચિંતામાં યુવાને ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આ અંગેની વિગત મુજબ, બિહાર રાજ્યના સુરાના ગૌરાના વતની અને હાલ જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી શ્રીજી સોસાયીમાં રહેતાં તથા મજૂરી કામ કરતા ઓમનાથસિંગ બિરાસિંગ રાજપૂત (ઉ.વ.45) નામના શ્રમિક યુવાનની મોટી દિકરી નિધિકુમારી (ઉ.વ.20) નામની યુવતીની સગાઈ અને લગ્ન નજીકના દિવસોમાં જ કરવાના હોય અને આ લગ્ન પ્રસંગ માટે રૂપિયાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાથી ચિંતામાં રહેતાં મજૂર પિતાએ પુત્રીના લગ્નના ખર્ચાની ચિંતામાં સોમવારે વહેલીસવારના સમયે ઉમરાના ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની મૃતકના ભાઈ સુરેસિંગ દ્વારા જાણ કરવામાં આવતા આવતા હેકો એમ પી સિંધવ તથા સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.