Saturday, May 11, 2024
Homeરાજ્યગુજરાતગુરૂવારથી ફરી ચહેકી ઉઠશે બાલમંદિર-આંગણવાડીઓ

ગુરૂવારથી ફરી ચહેકી ઉઠશે બાલમંદિર-આંગણવાડીઓ

વાલીઓના સહમતિ પત્ર સાથે ભૂલકાઓનું ઘડતર ફરી શરૂ કરવા રાજય સરકારનો નિર્ણય : કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેર ધીમી પડતાં સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નાના ભૂલકાંઓ લગભગ બે વર્ષ બાદ સ્કૂલના પગથિયાં ચડશે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી તારીખ 17મી ફેબ્રુઆરી ગુરૂવારથી પ્રિ-સ્કૂલ, બાલમંદિર અને આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે. આ માટે વાલીઓના સહમતી પત્ર લેવાની સાથે કોરોનાની ગાઇડલાઇનની ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.

- Advertisement -

આ અંગે જાહેરાત કરતાં રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે હવે આગામી ગુરૂવારથી રાજ્યના બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ થઈ શકશે. વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે તેમણે કહ્યું કે, વાલીઓની સહમતી જરૂરી છે, જ્યારે આરોગ્યની ગાઈડલાઈનનું ચોક્કસ પાલન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે.

અગાઉ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન કેસોમાં ઊછાળો નોંધાતા રાજ્ય સરકારે ગત 7મી જાન્યુઆરીથી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં સમીક્ષા બાદ 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન ઘણા તબક્કે સ્કૂલો-કોલેજો બંધ કે ચાલુ કરવાના નિર્ણય લેવા પડ્યા હતા, પરંતુ કોરોનાના મહામારીના લગભગ બે વર્ષથી બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ હતું. આથી હવે નાના ભૂલકાંઓ શાળાના પગથિયા માંડશે, ત્યારે વાલીઓમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે. બીજી બાજુ, રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો ગઇકાલે છેલ્લા 24 કલાકમાં 1,274 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 405 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 36 કેસ તો રાજકોટ શહેરમાં 21 કેસ, વડોદરા શહેરમાં 257 કેસ સામે આવ્યા હતા. જ્યારે 13 દર્દીના મોત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular