Thursday, September 17, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા: તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીવાભાઈ આંબલીયાનું રાજીનામું

ખંભાળિયા: તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીવાભાઈ આંબલીયાનું રાજીનામું

ખંભાળિયા તાલુકા કોંગ્રેસના સક્રિય અને સેવાભાવી કાર્યકર તથા તાલુકા પ્રમુખ જીવાભાઈ આંબલીયાએ ગઈકાલે મંગળવારે તેમના તમામ સભ્ય પદ અને ખંભાળિયા તાલુકા પ્રમુખમાંથી લેખિત રાજીનામું આપ્યું છે.

- Advertisement -

જીવાભાઈ આંબલીયા પોતાની પારિવારિક અને વ્યવસાયીક જવાબદારીઓ વધી જવાના કારણે પોતાનું રાજીનામું આપ્યું આ પત્રમાં જણાવાયું છે.આમ, કોંગ્રેસના વધુ એક સક્રિય તેમની કામગીરી થી વિમુખ થયા છે. તેઓ તાલુકા પંચાયતની સામોર ચુડેશ્વર બેઠકની ગત ચૂંટણીમાં ઉમેદવાર હતા અને અગાઉ તાલુકા પંચાયતના સભ્ય તરીકે બહુમતી ચૂંટાઈ આવ્યા હતા.

તેમણે આ રાજીનામું દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાને સુપ્રત કરી, તેની નકલ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પણ મોકલી આપી છે. આ પ્રકરણે સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular