Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારશિવરાજપુર બીચ ખાતે માનવસાંકળ બનાવીને અચૂક મતદાન કરવા લોકોને અપાયો સંદેશ

શિવરાજપુર બીચ ખાતે માનવસાંકળ બનાવીને અચૂક મતદાન કરવા લોકોને અપાયો સંદેશ

- Advertisement -

આગામી લોકસભા ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે દ્વારકા તાલુકાના શિક્ષકો દ્વારા માનવ સાંકળ બનાવીને લોકશાહીના આ અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પર્યટકો પણ જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular