જામનગર શહેરમાં વિક્ટોરિયા પુલ નીચે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તીનપતી નો જુગાર રમતાં સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન ટ્રાન્સપોર્ટર સહિત નવ શખ્સોને રું. 8.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં વિક્ટોરિયા પુલ નીચે આવેલી ગઢવી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પહેલા માળે બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતાં હોવાની એલસીબીના અરજણ કોડીયાતર, કિશોર પરમાર, કલ્પેશ મૈયડ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન ટ્રાન્સપોર્ટર જગદીશ લાભુ લાંબા, રમેશ લાભુ લાંબા, ફારુક હુસેન ઓડિયા, સંતોષ બિહારીલાલ પરિયાણી, સુભાષ લિલારામ ચાવલિયા, જાવેદ આમદ માંઢાત, મનોજ રાજપાલ ખેતવાણી, જેઠાનંદ ધનુમલ આલવાણી અને ફિરોઝ હારુન ઓડિયા સહિતના નવ શખ્સોને રું. 1,25,350 ની રોકડ રકમ અને રું. 40,500ની કિંમતના આઠ મોબાઇલ તથા રું. સાત લાખની કિંમતની એક કાર અને પાંચ બાઇક મળી કુલ રૂ. 8,65,850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.