Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરકબૂતર ઉડાડવા જતાં ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું મોત

કબૂતર ઉડાડવા જતાં ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું મોત

રાત્રીના સમયે ગેલેરીમાંથી કબૂતર ઉડાડવા ગયા : નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી : જી.જી. હોસ્પિટલમાંથી અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં પ્રૌઢ કબૂતર ઉડાડવા ગયા તે સમયે અકસ્માતે પગ લપસતાં નીચે પટકાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 7 અને રોડ નંબર 5માં આવેલા ગુંજન એપાર્ટમેન્ટમાં ત્રીજે માળે રહેતાં કમલદિપસિંઘ ઇન્દ્રપાલસિંઘ બજાજ (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત તા. 18 એપ્રિલના રોજ રાત્રીના સમયે તેના ફલેટની ગેલેરીમાંથી કબૂતર ઉડાડવા ગયા હતાં તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં ત્રીજા માળેથી નીચે પટકાતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેની હાલત ગંભીર ગણાતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. દરમિયાન પ્રૌઢનું તા. 27 એપ્રિલના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની પુત્રી સુપ્રિતકૌર બજાજ દ્વારા જાણ કરાતાં હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular