જામનગર શહેરના શંકરટેકરી નવી નિશાળ પાસેથી પસાર થતી યુવતીને તેણીના બનેવીએ મરચાની ચટણી ઉડાડી જેમ ફાવે તેમ ગાળો આપી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી નવી નિશાળ પાસે વસીમ ખફી નામના શખ્સની પત્ની સહેનાઝ રીસામણે બેઠી હોવાનો ખાર રાખી ગત તા.22 ના રોજ રાત્રિના સમયે સહેનાઝની બહેન અંજુમબેન ઉર્ફે અનવર ખફી (ઉ.વ.28) નામની યુવતી સાંજના સમયે શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન તેણીના બનેવી વસીમ ખફીએ તેની પત્ની સહેનાઝ રીસામણે બેઠી હોવાનો ખાર રાખી અંજુમબેન ઉપર મરચાની ચટણી ઉડાડી જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે અંજુમબેનના નિવેદનના આધારે વસીમ ખફી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.