Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રામનવમીના પારણા અંતર્ગત યોજાનાર લોહાણા જ્ઞાતિ સમૂહભોજનની તડામાર તૈયારી - VIDEO

જામનગરમાં રામનવમીના પારણા અંતર્ગત યોજાનાર લોહાણા જ્ઞાતિ સમૂહભોજનની તડામાર તૈયારી – VIDEO

શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિના નેજા હેઠળ આયોજન

- Advertisement -

જામનગર શહેરમાં શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પારણાં અંતર્ગત તા.18 ના લોહાણા જ્ઞાતિ સમુહભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ સમિતિના સભ્યોની આગેવાની હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે.

- Advertisement -

શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટય મહોત્સવ (રામનવમી) ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા શરદકુમાર કલ્યાણજી વસંત તથા જયશ્રીબેન શરદકુમાર વસંત અને કિંજન શરદકુમાર વસંત  ના સહયોગથી રામનવમીના પારણા અંતર્ગત તા. 18 એપ્રિલના રોજ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તા.18 ના રોજ સાંજે 04 વાગ્યે ભાઈઓ-બહેનોને સેવાકાર્યની ફાળવણી, સાંજે 6 થી 7 દરમિયાન સારશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહભોજન (નાત), સાંજે 07 વાગ્યે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન તથા સાંજે 4 થી રાત્રિના 9 વાગ્યા સુધી રકતદાન કેમ્પનું અયોધ્યાનગરી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ લોહાણા જ્ઞાતિ સમૂહભોજનની શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ ના નેજા હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે. મંગળવારે સાંજના સમયે સમિતિના સભ્યો દ્વારા સમગ્ર તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ તા.18 ના રોજ બપોર બાદ રઘુવંશી વેપારીઓ / વ્યવસાયકારોને ધંધા વ્યવસાયમાં રજા રાખવા પણ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યક્રમોના આયોજનને સફળ બનાવવા શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ જામનગરના  જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી (સાબુવાળા), મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનિષભાઈ તન્ના સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular