Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવાનનો પ્લોટ ત્રણ શખ્સોએ પચાવી પાડયો

જામનગરના યુવાનનો પ્લોટ ત્રણ શખ્સોએ પચાવી પાડયો

લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી : પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં ગુલાબનગર નજીક આવેલા રવિપાર્કમાં રહેતા યુવાનના ખુલ્લા પ્લોટમાં ત્રણ શખ્સોએ ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં રહેતા સબીરભાઇ બશીરભાઇ ખફી નામના યુવાનનો રવિ પાર્ક વિસ્તારમાં આવેલો સીટ નંબર 152 અને સર્વે નંબર 2148/348 પ્લોટ નંબર 328 વાળો ઓપન પ્લોટ શબીરે ખરીદ કર્યો હતો. આ પ્લોટમાં તેના જ વિસ્તારમાં રહેતાં હનીફ માડકીયા અને તેના પુત્રો આરીફ માડકીયા અને વારીશ માડકીયાએ પચાવી તેમાં ગેરકાયદે કબજો કરી લીધો હોવાથી લેન્ડગ્રેબીંગ અંગે અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસ શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular